My Hykooz (Humorous) – IV
In my previous posts, I had presented some uncategorized Haikus; but here you will find some more under the category of ‘Humor’. In my opinion, most of them are humorous and subjected on ‘Happy married life’, ‘Marriage customs’, ‘Funny dialogues and satires’, etc.. Here are the word pictures and a very little concentration in reading them may entertain you just as a change after reading my previous posts on heavy subjects.
My good Readers, proceed further and enjoy :-
દૃષ્ટિઘૂંટડા
ભરી, રહ્યાં ખામોશ,
ગળ્યાં શું જિહ્વા ! (૨૮)
ઉરે પાલવ,
લાળ ટપકતી શું !
હવે થ્યાં મોટાં ! (૨૯)
દેવુની પારૂ,
પ્લાસ્ટિક સર્જરીથી
ઘાવ રૂઝાવે ! (૩૦) [બંગાળી નવલકથા ‘દેવદાસ‘ ઉપર આધારિત]
સંસારઘાણી,
વરવધૂ ફેરવે,
લગ્નમંડપે ! (૩૧)
ઢોલ ઢબૂકે,
નાચનિષેધ, કન્યા
ભીડે પલાંઠી ! (૩૨)
વરએંજિને,
ઘસડાતી લાડી, ને
અદૃશ્ય ડબ્બા ! (૩૩)
હલાવી જોયાં,
લાગ્યું ગયાં ! ધ્રાસકે
હસી પડતાં ! (૩૪)
ધબકે ઉર,
પડઘા ઝીલે, પ્રિયા
કે સ્ટેથોસ્કોપ ! (૩૫)
‘સાંભળો છો કે !‘
સાંભળવાનું ગમે
થઈ બધિર ! (૩૬)
કેશગૂંફન
તવ, સુગરીમાળો !
પ્રવેશ બંધ ! (૩૭)
ડબલબેડ
અવ વિશાળ, ભીંસે
કોણ તથાપિ ! (૩૮)
ભરનિદ્રાએ
ફરી ગયાં પડખું !
કર્યા શું કિટ્ટા ! (૩૯)
મોં મચકોડ્યું !
અમે નવ આમલી,
જૂઓ તો ચાખી ! (૪૦)
સજ્જ ઘરેણે !
મોબાઈલ શોરૂમ !
પિયુ જૌહરી ! (૪૧)
તવ આલ્બમે,
વય બદલી, હું યે
સાથ નિભાવું ! (૪૨)
ભલે રૂઠ્યાં, ના
મનાવું, લાગો મીઠ્ઠાં,
ફૂલ્યા ગાલોએ ! (૪૩)
વીજળીકાપે,
કોલબેલ મૂક, ત્યાં
રણકે ચૂડી ! (૪૪)
ધ્રૂમ્રપાનની
ઘૃણા તને ! ફૂંકતી
તુંય શિયાળે ! (૪૫)
ફૂલદાની થૈ,
બદલે નિત ફૂલ,
તુજ અંબોડો ! (૪૬)
ગુલબદન !
‘જો, પેલું ગુલ ઝૂકે,
તને સૂંઘવા !’ (૪૭)
સામી છાતીએ
ભાસો નાગણ ! પીઠે
નાગચોટલો ! (૪૮)
શૃંગારમેજે
મિથ્યા શ્રમ તવ !
કાં સૌંદર્ય ચૂંથે ! (૪૯)
નખ કરડે
થૈ તલ્લીન તું, આવે
મર્કટયાદ ! (૫0)
આળસ ખાતાં !
કથક નૃત્ય તણી
જાણે ઝલક ! (૫૧)
તમે શીખવ્યું,
ક્યમ તરફડવું ?
નીકળ્યાં ગુરુ ! (૫૨)
ભલી કાળજી !
નિદ્રાભંગ ભય શું
નગ્ન કલાઈ ! (૫૩)
શર્મઘરેણે,
તુજ દેહઘરેણાં
લાજી મરતાં ! (૫૪)
શરમભારે
લચી ગરદન, ને
ઢીંચણટેકો ! (૫૫)
દૂર ફૂંકાતી
શહનાઈ, પ્રજાળે
લગ્નવેદિને ! (૫૬)
તું ભતિયારી,
ભૂખ્યો ડાંસ હું, ભાગું
જીવનશેઢે ! (૫૭)
- Valibhai Musa
Dtd.: 12th December, 2007
P.S.: Next post of ‘Haikus’ will be in the category of ‘tragedy’. Please, wait.
Tags: Entertainment, Fun, haiku, Happy married life, marriage, Marriage customs, Satire
You can comment below, or link to this permanent URL from your own site.